For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોરોનાથી સાજો થયો અંડરવર્લ્ડ ડોન છોટા રાજન, એઇમ્સમાંથી ફરી તિહાડ જેલ મોકલાયો

Updated: May 11th, 2021

કોરોનાથી સાજો થયો અંડરવર્લ્ડ ડોન છોટા રાજન, એઇમ્સમાંથી ફરી તિહાડ જેલ મોકલાયોનવી દિલ્હી, 11 મે 2021 મંગળવાર

કોરોના સંક્રમિત અંડરવર્લ્ડ ડોન છોટા રાજન સારવાર બાદ સ્વસ્થ થતા તેને હવે તિહાડ જેલ મોકલી દેવામાં આવ્યો છે, અધિકારીઓએ જણાવ્યું કે છોટા રાજનને મંગળવારે એઇમ્સથી રજા મળી ત્યાર બાદ તેને ફરીથી તિહાડ જેલ મોકલી દેવામાં આવ્યો છે.

છોટા રાજન 22 એપ્રિલે કોરોના વાયરસથી ચેપ લાગ્યો હતો, ત્યારબાદ 24 એપ્રિલે તેને ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) માં દાખલ કરવામાં આવ્યો હતો. એક ઉચ્ચ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, 61 વર્ષીય રાજન મંગળવારે સ્વસ્થ થતાં હોસ્પિટલથી તિહાડ જેલમાં પાછો ખસેડવામાં આવ્યો હતો.

આ અગાઉ જેલ વહીવટી તંત્રએ રાજનનું મોત થયાનાં અહેવાલોને ફગાવી દીધો હતો, તિહાડ જેલના ડાયરેક્ટર જનરલ સંદિપ ગોયલે કહ્યું, "તિહાડ જેલના કેદી રાજેન્દ્ર સદાશિવ નિકાજેના મોતના સમાચાર ખોટા છે." અત્રે ઉલ્લેખનિય છે કે 2015 માં રાજનને ઈન્ડોનેશિયાથી પ્રત્યાર્પણ કર્યા બાદ, તેને તિહાર જેલનાં ઉચ્ચ સુરક્ષાવાળા કારાગારમાં રાખવામાં આવ્યો છે.

Gujarat